પાવીજેતપુર તાલુકાનાં ચૂલી ગામની પ્રાથમિક શાળાના દીવ્યાંગ શિક્ષક રમેશભાઈ મનુભાઈ તડવી ઉ.વ. 37, રહે. મુવાડા, 21 ઓકટોબરના રોજ બપોરના 3:30 વાગ્યે પોતાની સાસરી સખાન્દ્રા જવા બાઇક લઈને નીકળ્યા હતા પરંતુ સખાન્દ્રા પહોચ્યા ન હતા.
પરીવારજનોએ તા. 24 ના રોજ કદવાલ પોલીસને રમેશભાઈ તડવી ગુમ થયાની અરજી આપવા ગયા હતા ત્યારે સાંજના 6 વાગે પોલીસને કેવડાથી બાર જવાના રસ્તા પરના જંગલમાં બાઈક અને દુર્ગંધ મારતી લાશ હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં લાશ ચૂલીના શિક્ષક રમેશ તડવીની હોવાનું જણાયું હતું. લાશની તપાસ કરતાં તેના માથાના ભાગે ઇજા થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી કદવાલ પોલીસે લાશનો કબ્જો મેળવી મોત શંકાસ્પદ જણાતા પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવા માટે પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી પરંતુ આ દીવ્યાંગ શિક્ષકની હત્યા છે કે આત્મહત્યા તે તો પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર