છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલના ગુરુ ગોવિંદ યુનિવર્સીટીના ડિરેકટર તથા પૂર્વ આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા રેતી ચોરીના ગુનામાં પકડાયા હતા અને જેલમાં જવું પડ્યું હતું. તેની વિરુદ્ધ પાવીજેતપુર તાલુકાના કરસન ગામના આદિવાસી યુવાને સંદીપભાઈ રાઠવાએ સોશિયલ મીડિયા ઉપર ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં પોસ્ટ મુકતા જશુભાઈ રાઠવાએ આદિવાસી યુવાનને ફોન કરી અપશબ્દો બોલી ગોળી મારી દેવાની ધમકી આપી હતી.
જે સંદર્ભે શુક્રવારે પાવીજેતપુર તાલુકાના કરસન ગામના યુવાન સંદીપભાઈ રાઠવાએ 25 જેટલા યુવાનો સાથે છોટાઉદેપુર કલેકટર કચેરીએ જશુભાઈ રાઠવા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યુવાને જણાવ્યું હતું કે આ સંદર્ભે મને જાનથી મારી નાખવાની ધમકી મળેલ છે. જે અંગે કરાલી પોલીસ મથકે અરજી પણ કરી છે મારી જાનને ખતરો હોય જેથી જશુભાઈ રાઠવા વિરુદ્ધ તુરત કાર્યવાહી કરવા આપેલ આવેદનપત્રમાં માંગ કરી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર