Proud of Gujarat
GujaratFeaturedINDIA

હત્યા : સંખેડા – હાંડોદ રોડ પર વાવ પાછળ મહિલાની ગળુ કપાયેલી લાશ મળી.

Share

સંખેડા – હાંડોદ રોડ ઉપર શકુ ડોસીની વાવની પાછળ અજાણી મહિલાની લાશ પડેલી હોવાની જાણ સંખેડા પોલીસને થતા પોલીસ હત્યા સ્થળે પહોંચી હતી. જે જગ્યાએ લાશ પડી હતી એ સ્થળે ચારે બાજુએ ઊંચા ઊંચા ઝાડી ઝાંખરા હતા. મહિલાની ગળું કાપી નાંખીને હત્યા કરી દેવાયેલી લાશ સ્થળ ઉપર પડી હતી. હત્યાના સ્થળ પાસે કેળાના છોડા અને એક અસ્ત્રો પણ પડેલો હતો. મહિલાની હત્યા કોણે કરી ? શા માટે કરી ? એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

વાહન વ્યવહારથી ધમધમતો સંખેડા હાંડોદ રોડ છે. આ રોડ પર ડોશીની વાવ પાછળ મહિલાની લાશ ગળુ કાપી નાખેલી હાલતમાં પડી હોવાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બોડેલી સીટી પીઆઇ એ.ડી.દેસાઈ ઘટના સ્થળે આવ્યા હતા. પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

નડિયાદ પાસેના એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ગોધરાનાં તીરઘરવાસ ખાતે બળીયા દેવ મહારાજનો તૃતીય પાટોત્સવ નિમિત્તે હોમ હવનનું આયોજન કરાયું.

ProudOfGujarat

માંગરોળમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં કાર્યકરોએ દેખાવ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!