છોટાઉદેપુર જિલ્લામાં જીઆઇડીસી અને મોટા ઉદ્યોગ ન હોવાને લીધે આદિવાસી યુવાનો અને પરિવારજનોને જિલ્લા બહાર અને કાઠીયાવાડમાં રોજીરોટી માટે જવું પડે છે. ત્યારે જિલ્લામાં જ લોકોને રોજગારી ઊભી કરવા માટે આમ આદમીના કાર્યકરોએ બોડેલી મુકામે આવેદન આપ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાની વસ્તી 15 લાખ જેટલી છે. મુખ્યત્વે આદિવાસી લોકોનો વસવાટ અને ખેતી અને પશુપાલન વ્યવસાય હોવાથી રોજગારીની પૂરતી તક મળતી નથી. આજુબાજુ વાઘોડિયા, હાલોલ અને વડોદરા તરફ યુવાનો રોજગારી માટે દોડે છે. જ્યારે બે લાખ જેટલા આદિવાસીઓ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ તરફ રોજગારી માટે સ્થાયી થયા છે. પોતાની ખેતી અને પશુપાલન છોડી રોજગાર માટે અન્યત્ર જવું પડે છે. છતાંય છોટાઉદેપુર જિલ્લાની નેતાગીરી જિલ્લામાં જીઆઇડીસી અને ઉદ્યોગ આવે તેવા ઠોસ પ્રયાસ કરતા નથી. આવા કારણોસર બોડેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુખ્ય મંત્રીને સંબોધીને આવેદન આપ્યું હતું.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર