તાજેતરમાં થઇ રહેલા સારા વરસાદને લઇને રાજ્યમાં ઘણી નદીઓમાં નવા નીરની આવક થઇ છે.ગુજરાતની પુર્વ પટ્ટીના છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી ઓરસંગ નદીમાં પણ પાણી આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઓરસંગમાં પાણી આવતા નદી બે કાંઠે વહેતી હતી. ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની મહત્વની નદી ગણાય છે. ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે. ત્યારબાદ ગુજરાતની હદમાં વહેતી નદી પુર્વ પટ્ટીના છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામોને પીવાના પાણી તેમજ ખેતી માટે સિંચાઇની સવલત પુરી પાડે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સાલે ઓરસંગમાં આ અગાઉ પણ ત્રણેક વખત પાણી આવ્યુ હતુ.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર
Advertisement