છોટાઉદેપુર જિલ્લામાં એકપણ ઉધોગ કે સારી રોજગારી માટેની તક ના હોવાને કારણે સ્નાતક થયેલા યુવાને પોતાની હૈયાવરાળ ઠાલવતા રાજકારણીઓ અને સિસ્ટમ ઉપર ચાબખા મારતો વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોમાં તેણે નોકરીની તકો ના હોવાથી હવે બુટલેગર બનવા સિવાય કોઇ વિકલ્પ ના હોવાની વાત કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા સાથે આ વિડીયો રોકેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાનો માટે ભણવાની સંસ્થાઓ બંધ કરી દેવાની પણ તેમણે વાત કરી છે. અહીં કોઈને રોજગાર મળતો જ નથી. માત્ર રાજકીય પાર્ટીઓના હોદેદારો બનીને શું કરવાનું ? એવા સવાલ કરીને તેમણે આ વ્યક્ત કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં રોકેટ ગતિએ વાયરલ થયો છે.
છોટાઉદેપૂર જિલ્લામાં ઔદ્યોગિક વસાહત નાખી શકાતી નથી તો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ તો હોવી જોઈએ ને ? તેનો પણ અહીં કોઈ વિકલ્પ નથી. જેપી નવયુવાનો ગ્રેજ્યુએટ થઈને મજબૂરીવશ ખેત મજૂરી કે કડિયા કામ કરવા લાગી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના યુવાનો માટે રોજગારી મેળવવા સોનેરી તક તેમ કહીને આ યુવાને સિસ્ટમ પર કટાક્ષ કરતા બુટલેગર બનવા માટે આહવાન કર્યું છે. યુવાનો માટે કમાણી કરવા કે સારું કેરિયર બનાવવા હવે કંઈ રહ્યું જ નથી. બુટલેગરો બનવા સિવાય બીજો કોઈ ચારો યુવાનો માટે બને નથી. તેમ કરવા માટે હવે યુવાનોએ આપણા નેતાઓ અધિકારીઓ પાસે જઈને દારૂ વેચવાનો પરવાનો માંગવા જોઈએ. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ ઓએ રોજગારનું સર્જન થાય એવા કોઇ પ્રયાસો કર્યા નથી. ભણવા માટે ગરીબમાં ગરીબ વિદ્યાર્થી અને ગ્રેજ્યુએટ થવા સુધીના કોલેજના વિકલ્પો છે. સાયન્સ કોલેજ આઇટીઆઇ, પોલીટેકનીક સહિતની કોલેજમાં દરેક સમાજનો વિદ્યાર્થી ભણી તો શકે છે. પરંતુ ગ્રેજ્યુએટ થઈને રોજગાર ક્યાં મેળવવા જાય ? નોકરી ક્યાં કરે ? તે અંગેની કોઇ એ વ્યવસ્થા જ કરી નથી. આઈટીઆઈ બીએસસી કે અન્ય ગ્રેજ્યુએશન પાસ કરેલો યુવાન છોટાઉદપુરમાં મજૂરી કે કડિયા કામ જ કરી શકે છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર