છોટાઉદેપુર LCB પોલીસ દ્વારા ગુજરાતમાંથી બાઈક ચોરી કરી મધ્યપ્રદેશમાં વેચનાર તથા ચોરીની કુલ 26 બાઈક રાખનાર 7 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા LCB સ્ટાફને વાહન ચોરીના ગુના ઉકેલી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે આધારે LCB પીઆઈ એચ.એચ.રાઉલજી સ્ટાફના કર્મચારીઓ સાથે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે સમય દરમનિયાન બાતમી મળેલ કે એક ઇસમ સુરેશભાઇ ભંગડીયાભાઇ કલેશ રહે . છોટી ઉતવાલી તા.સોંઢવા જિ.અલીરાજપુર ( એમ.પી. ) નાનો વાસણા, ભાટપુર થઇ હાંડોદ ચોકડીથી ડભોઇ તરફ એક ચોરીની બાઈક લઇને જઇ રહેલ છે. જે આધારે સંખેડા પોલીસ સ્ટેશન પીએસઆઈને હકીકતથી વાકેફ કરી હાંડોદ ચોકડીએ નાકાબંધી કરવા જણાવ્યું હતું. સંખેડા પીએસઆઈ સ્ટાફના માણસો સાથે વોચ નાકાબંધીમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મુજબનો ઇસમ બાઈક સાથે પકડાઇ જતા સદરી ઇસમ પાસેની બાઈકની ખાતરી તથા તપાસ કરતા બોડેલી વિસ્તારમાંથી ચોરાયેલાની હકીકત જણાય આવ્યું હતું
સદરી ઇસમની વધુ પૂછપરછ કરતા તેને તેના સાગરીતો મારફતે ગુજરાતના અલગ – અલગ જિલ્લામાં તેમજ મધ્યપ્રદેશમાંથી બાઈક ચોરી કરી મધ્યપ્રદેશમાં નજીવા ભાવે ચોરીની બાઈક વેચી દેવાની હકીકત જણાવતા બાઈક ચોરી કરવાનું રેકેટ ઝડપાયું છે. ગુજરાત તથા મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લામાંથી બાઈક ચોરી કરી મધ્યપ્રદેશમાં નજીવા ભાવે વેચી દેવાની કબૂલાત કરતા પોલીસ દ્વારા કુલ 7 ઇસમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જેમાં સુરેશભાઇ ભંગડીયાભાઇ કલેશ રહે.છોટી ઉતવાલી તા.સોઢવા જિ.અલીરાજપુર ( એમ.પી. ડુમસીંગભાઇ ભાયલાભાઇ સસતીયા ઉ.વ. 28 રહે.ઉમરાલી પટેલ ફળીયા તા.સોઢવા જિ.અલીરાજપુર , કિતમભાઇ સેનાભાઇ તોમર ઉ.વ .20 રહે.ચીખોડા પંચાયત ફળીયા તા.સોઢવા જિ.અલીરાજપુર, દિલુભાઇ ઝીંગલાભાઇ ડાવર ઉવ .21 રહે.કાજામલી વિમલ ફળીયા તા.સોઢવા જિ.અલીરાજપુર , કનુભાઇ નંદુભાઇ ભૈડીયા ઉવ . 22 રહે.બડી ઉતવાલી બૈડી ફળીયા તા.સોઢવા જિ.અલીરાજપુર , નરતમભાઇ ભંગીયાભાઇ ભૈડીયા ઉવ .30 રહે.કુડવાંટ વિરા બૈડી ફળીયા તા.સોઢવા જિ.અલીરાજપુર, કિનાભાઇ ઇમલાભાઇ ભૈડીયા ઉવ .25 રહે.કુડવાંટ ભૈડી ફળીયા તા.સોઢવા જિ.અલીરાજપુરને ચોરીની 26 બાઈકો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ચોરાયેલ કુલ 26 બાઈકોની કુલ કિ.રૂ .8,25,000 નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ 102 મુજબ કજે કરી સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. જ્યારે અન્ય ત્રણ વોન્ટેડ આરોપી લાલુભાઇ જામદરભાઇ તોમર રહે.છોટી ઉતવાલી તા.સોઢવા જિ.અલીરાજપુર ( એમ.પી. ), સુરેશભાઇ ઇન્દરીયાભાઇ કલેશ રહે.છોટી ઉતવાલી તા.સોઢવા જિ.અલીરાજપુર ( એમ.પી. ), રાજુભાઇ વાગડીયાભાઇ કલેશ રહે.છોટી ઉતવાલી તા.સોઢવા જિ.અલીરાજપુર (એમ.પી.) ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર