છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વૈષ્ણવ વાડી ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગમાં નવનિયુક્ત થયેલા પદાધિકારીઓને પોતાની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી.
મધ્ય ઝોન સંગઠન મંત્રી અર્જુનભાઈ રાઠવા તથા જિલ્લા પ્રમુખ ધરમેન્દ્રસિંહજી રાજપુત પાર્ટીનો પ્રચાર અને પ્રસાર સતત કરવા માટે વિસ્તારના વિવિધ ગામોમાં જઈને લોકસંપર્ક કરવો તથા ગામોની સ્થાનિક સમસ્યા જાણવી અને આ સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય રજુઆત કરવી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જરૂર કેમ છે તે વિશે લોકોને જણાવવું તેમજ પ્રજાને પડતી વિવિધ મુશ્કેલીઓને લઇ કાર્યકારો સાથે ચર્ચા વિચારણા તથા છોટાઉદપુર જિલ્લાના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીને આવકારવા માટે સ્વેચ્છાએ આશરે ૫૦૦ જેટલા કાર્યકરોએ હાજરી આપી હતી અને નવા જેટલાં કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો
અને તેમાં મુખ્ય મહેમાન રાજુભાઇ અલવા, બરોડા ડેરીના ડિરેક્ટર મધ્ય ઝોનના સંગઠન મંત્રી પ્રોફેસર અર્જુન સિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ડી. એન.રાજપૂત, બોડેલી એપીએમસીના માજી ચેરમેન નરહરી પટેલ, જિલ્લાના મહામંત્રી વકીલ રંજનભાઈ કે. તડવી, કાર્યાલય મંત્રી અમજદભાઈ ખત્રી, જિલ્લાના મહામંત્રી જેમીન પટેલ, જિલ્લા ખેડૂત સેલના મુખ્ય પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લામાં મહામંત્રી સુનિલ ઠક્કર, જિલ્લા મહામંત્રી મુક્તિસિંહ ડોડીયા, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ રિઝવાન ભાઈ, જિલ્લા ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રી કનૈયાલાલ રાઠવા, જિલ્લા યુવા સંગઠન પ્રમુખ અજયભાઈ રાઠવા, જિલ્લા યુવા સંગઠન મંત્રી જયદીપભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ યોગેશકુમાર રાઠવા, જિલ્લા મંત્રી જયરાજસિંહ સોલંકી પ્રવક્તા વિક્રમસિંહ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર