Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાવીજેતપુર તાલુકાના રંગલી ચોકડી પર ચેકપોસ્ટના નામે જનતાને હેરાનગતી થતી હોવાની બુમ.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણીથી બોડેલી જવાના માર્ગ પર રંગલી ચાર રસ્તા પર પોલીસ ચેકપોસ્ટ બનાવવામાં આવેલ છે.

મળતી વિગતો અને જનતામાં ચર્ચાતી વાતો અનુસાર રંગલી ચોકડી પર ઉભા રહેતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા વાહન ચાલકોને ચેકિંગના નામે ખોટી હેરાનગતી થતી હોવાની બુમ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરૂઆતના સમયે રાજ્યમાં ઘણા પોલીસ સ્ટેશનોના વિસ્તારમાંથી પસાર થતા માર્ગો પર ચેકપોસ્ટો બનાવવામાં આવી હતી. ત્યારબાદ કોરોના મહામારી હલકી થતા જનતા માટે પણ તબક્કાવાર છુટછાટોમાં વધારો કરવામાં આવ્યો. લોકચર્ચા મુજબ જાણવા મળ્યા પ્રમાણે પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના તાબા હેઠળની આ રંગલી ચોકડી પરની ચેકપોસ્ટ પર આવતા જતા વાહન ચાલકોને ચેકિંગના નામે ખોટી હેરાનગતી થાય છે. આ વિસ્તારના લોકોએ તાલુકા સંબંધિત ક‍ામગીરી માટે અવારનવાર પાવીજેતપુર જવુ પડતુ હોય છે, તેમજ બોડેલી આ વિસ્તારનું એક મહત્વનુ મથક હોઇ, કલારાણી ભીંડોલ સજવા પંથકના ગામોની જનતાએ રોજબરોજ બોડેલી જવાની નોબત આવતી હોય છે. આ માટે જનતાએ ફરજિયાતપણે રંગલી ચોકડી પર થઇને જવું પડે છે. આ ચોકડી પરથી પસાર થનારા ઘણા લોકોને ચેકિંગના નામે ખોટી હેરાનગતી થતી હોવાની બુમો ઉઠવા પામી છે. આમ જનતાને ચેકિંગના નામે રોકવામાં આવે છે જ્યારે પેસેન્જર વાહનો બે રોકટોક ચાલતા હોય છે, એવી પણ વ્યાપક ચર્ચાઓ જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે આ પંથકની જનતા મહદઅંશે ગરીબ છે, કોરોના મહામારી દરમિયાન લોકોના ધંધા રોજગાર પર પણ બેકારીએ ભરડો લીધો છે. હાલના મંદીના માહોલમાં લોકોએ પરિવારનુ ગુજરાન ચલાવવુ કઠીન થઇ ગયુ છે, ત્યારે વાહન ચેકિંગના નામે ઘણીવાર જનતાના માથે લાદવામાં આવતા મોટા દંડથી જનતાને પડ્યા પર પાટુ જેવો ઘાટ થાય છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આ બાબતે રાજ્યના ગૃહ મંત્રીને રજુઆત પણ કરવામાં આવી હોવાનુ પણ જાણવા મળ્યુ છે. ત્યારે પાવીજેતપુર તાલુકાના રંગલી ચાર રસ્તા પર વાહન ચેકિંગના નામે જનતાને થતી કથિત હેરાનગતી નિવારાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જંબુસરમાં આવેલ હજરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એશોસીએશનનો સીધો આક્ષેપ : સરકાર અમારી રોજીરોટી પર અંકુશ મૂકી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!