છોટાઉદેપુર જિલ્લો એ 90 % આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરા તેમના રિવાજો જળવાય છે. વર્ષના અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારના તહેવારોની ઉજવણી પણ તેઓ ખુબ સુંદર રીતે કરતા હોય છે. દિવાસાનો તહેવાર એ અહીંના લોકો માટે કંઈક અનેરુ મહત્વ ધરાવે છે. ચોમાસું બેસતા વાવણી વગેરે જેવા વર્ષની શરૂઆતના મહત્વના કામોમાંથી થોડાક હળવાશ અને જાણે થાક ઉતારવાનો તહેવાર એટલે દિવાસાનો તહેવાર.
આમ તો અન્ય વિસ્તારોમાં પણ દિવાસો ઉજવાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાનો રંગ જ કાંઈક અલગ છે. ગામે ગામ દિવાસાના તહેવાર માટે આગેવાનો દ્વારા ગામ ઢગલી વળવા (મીટિંગ) કરવામાં આવે છે અને ગામ પટેલ, ગામ પૂજારા અને ડાહ્યાની ઉપસ્થિતિમાં સર્વાનુમતે દિવાસો કયા દિવસે ઉજવવો તે નક્કી કરાય છે. આ વિસ્તારના લોકો દિવાસાનો તહેવાર ખાસ કરીને રાજીનુ ગાય ઉપરાંત બીજા ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે.
એક પહેલા દિવસે દેવ પૂજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનોનું પૂજન, દરેક ગામોમાં લગભગ દૂધિયો દેવ, ઝરીયાદેવ, બાબા કુવાજા દેવ, ભેહાઅંટો દેવ, ગાદરીયો દેવ, વેરાઈમાતા, ખેડાઈ માતા વગેરે દેવો દરેક ગામોમાં હોય છે. તે ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ દરેક ગામમાં હોય છે તેઓનું પૂજન કરાય છે. બીજા દિવસે મુખ્ય તહેવાર, તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા હોય છે.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર