Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુરના છુછાપુરા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 4 નાં મોત : કારના દરવાજા તોડીને મૃતદેહો બહાર કઢાયા.

Share

છોટાઉદેપૂર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યા આસપાસ એસ.ટી બસ અને કાર વચે અકસ્માત સર્જાયો હતો, જેમા ચાર લોકોના મોત નિપજ્યા હતા. ધડાકાભેર સર્જાયેલો અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમને બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામા આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

છોટાદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુક્સાન થયુ હતુ. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમા સવાર મૃતકોનાં મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દુર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.

મધ્યપ્રદેશ પાર્સિંગની (એમપી 10 સીએ 6938) હ્યુંડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સીડન્ટ સર્જયો હતો, જેમા મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનુ પોલિસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમા કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા એસ.ટી બસ કાલાવાડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હોવાનુ જાણવા મળ્યુ છે. અકસ્માતમા કારના કુરચે કુરચા ઉડી ગયા હતા જોકે બસમાં સવાર મુસાફરોમા કોઇ જાનહાની થઈ નથી કારમા ફસાયેલા લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.
મૃતકોના નામ :

દિનેશભાઈ શિવરામભાઈ પટેલ(ઉં.43), ઇશ્વરલાલ કરશનજી બિરલા(ઉં.46), રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર(ઉં.37), ગ્યારશીલાલ ફુતુજી પટેલ(ઉં.36).

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર.


Share

Related posts

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

ProudOfGujarat

લીંબડી હેલીપેડ ખાતે જીઆરડી ની તાલીમ અને પાર્સીગ આઉટ પરેડ યોજી તાલીમ પૂર્ણ કરાઇ.

ProudOfGujarat

માંગરોળમાં દીપડાએ રાત્રે ખેડૂત પશુપાલકનાં ત્રણ વાછરડા ફાડી ખાધા : સ્થાનિક ખેડૂત પશુપાલકોમાં ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!