Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી પોલીસે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના ગુના ઝડપી પાડવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે પાણીબાર ગામમાં એક બુટલેગરને ત્યાં રેડ કરી 97 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના પાણીબાર ગામનાં રાવતીયા ફળીયામાં રહેતા અને દારૂનો ધંધો કરતા વેચાતભાઇ કેશલાભાઇ રાઠવાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ-૨૨૧ ની કુલ કિં.રૂ.૯૭,૨૪૦/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીને કરાલી પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોપ્યો હતો.

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

સુરતથી અમદાવાદ જતા યુવાનનો મોબાઈલ ફોન સુરતના ઉત્તરાણ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી લાકડી મારી પડાવી લેતા યુવાને પોલીસ ફરિયાદ માટે ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે

ProudOfGujarat

ભરૂચ : મીની લોકડાઉન બાદ આજે વેપારીઓએ પુન: ધંધા વ્યવસાય શરૂ કર્યા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં નવા ત્રણ કોરોના કેસ સાથે કુલ આંક ૧૧૨ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!