Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો.

Share

છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોવિડ ગાઈડલાઈનને અનુલક્ષીને બંસરી કલાવૃંદના કલાકારો દ્વારા જનજાગૃતિ હેતુસર સાંસ્કૃતિક ક‍ાર્યક્રમ યોજાયો હતો.

મળતી વિગતો મુજબ સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ છોટાઉદેપુર પોલીસ અધિક્ષક કચેરી તરફથી જન જનજાગૃતિના ભાગરૂપે ગતરોજ બંસરી કલાવૃંદના કલાકારોની ટીમ દ્વારા જેતપુરપાવી તાલુકાના કલારાણી ગામે શેરી નાટકનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ડાકણ, ભૂવા સંબંધી અંધશ્રદ્ધાની વાતોથી બચવુ તથા છેતરપીંડી કરતી લોભામણી જાહેરાતો અંગે જાગૃતિ કેળવીને આવા સાયબરને લગતા ગુનાઓથી બચવુ ઉપરાંત બાળલગ્ન નાબુદી તેમજ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કેળવવી તથા હાલ ચાલી રહેલ કોરોના મહામારીને લઇને કોરોના સંક્રમણને વધતુ અટકાવવા જરુરી નિયમોનું પાલન કરવુ જેવી બાબતોને લઇને સમાજમાં જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કરાલી પીએસઆઇ રુતુબેન ચોટાલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જ્ઞાન સાથે ગમ્મત આપતા કાર્યક્રમને ગ્રામજનોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર


Share

Related posts

વડોદરા : પાણીગેટ વિસ્તારમાં વીજ કંપનીની ટીમોનુ ચેકિંગ, 25 લાખની વીજ ચોરી ઝડપાઈ.

ProudOfGujarat

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

ProudOfGujarat

શહેરા તાલુકાના નાડા ગામે એક તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!