Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલી મુકામે આમ આદમી પાર્ટીએ ભાવ વધારા વિરુદ્ધ મામલતદારને આવેદન આપ્યુ.

Share

આજરોજ બોડેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી મામલતદારને આવેદન આપીને વિવિધ ચીજ વસ્તુઓના ભાવ વધારા બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો, ખેડૂત લક્ષી પ્રોડક્ટ્સનો ભાવ વધારો તેમજ સ્કૂલોમાં ફી નો વધારો થવાથી જનતા મુશ્કેલી અનુભવે છે ત્યારે આપ દ્વારા આજે બોડેલી મામલતદારને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ સેન્ટ્રલ ઝોનના સંગઠન મંત્રી અર્જુનભાઇ રાઠવા, છોટાઉદેપુર આમ આદમી પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂત, મહામંત્રી સુનિલ ભાઇ ઠક્કર, ખેડૂત સેલના પ્રમુખ નરેન્દ્ર ભાઈ પટેલ, નરહરિભાઈ પટેલ,જૈમિન ભાઈ પટેલ, સામાજિક કાર્યકર તેમજ હાઈકોર્ટના વકીલ નિરંજનભાઇ તડવી તેમજ કનુભાઈ રાઠવા સહિતના નેતાઓ ઉપરાંત અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર.


Share

Related posts

ભરૂચમાં કોવિડ સ્મશાન ખાતે અંતિમસંસ્કાર માટે લાગી એમ્બ્યુલન્સોની લાઈનો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ થી વધુ મૃતદેહને અપાયા અગ્નિદાહ…

ProudOfGujarat

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરતી ટોળકીના બે ઈસમો પકડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!