Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી હાલોલ જવાના ધોરીમાર્ગ પર બોડેલીથી ત્રણ કિ.મી.દુર આવેલ કકરોલીયા ગામ પાસે એક બાઈક રોડ પરની ડિવાઇડર સાથે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના સમયે બોડેલી તાલુકાના ગડોદ ગામનો સંજયભાઇ ભાઇલાલભાઇ રાઠવા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઇક લઇને બોડેલી તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન કકરોલીયા ગામ પાસે બાઈક ચાલક યુવાને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક ડિવાઈડર સાથે અથડાતા બાઇક સવાર નીચે ફંગોળાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક ચાલકનુ ઘટના સ્થળજ કરુણ મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પી.એમ.માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી


Share

Related posts

સીરત કપૂરે ફરી એકવાર ધૂમ મચાવી, “ગલ્લુ ખલ્લુ” ગીતના પ્રોમોમાં પોતાની અદભૂત શૈલી બતાવી

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો વચ્ચે મારામારી થતાં પોલીસે કરી રહીશોની અટક.

ProudOfGujarat

ઝઘડિયાના એક ગામની સગીરાને‎ લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો‎.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!