Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નગરમાં આવેલ મુસ્લીમ વેપારીઓ દ્વારા પોતના વેપાર  ધંધા બંધ રાખી ભારત બંધ એલાનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.

Share

આજરોજ ભારત બંધના અપાયેલ એલાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ સમાજના વેપારીઓ – તેમજ તમામ ધંધા રોજગાર સાથે સંકળાયેલા મુસ્લિમ બિરાદરો એ બંધના એલાનને સફળ પાડયો હતો, જેમાં ખાનગી નોકરી કરતા મુસ્લિમ બિરાદરોથી લઈને ખાનગી વાહન ચાલકોએ પણ સ્વંયભુ પોતપોતાના કામ ધંધા બંધ રાખી ભારત બંધના એલાનને સમર્થન આપેલ છે, છોટાઉદેપુર નગરમાં બંધના એલાનના પગલે મુસ્લીમ સમાજના વેપારીઓ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રખાતા બજારો સુમસામ બન્યા હતા. સમગ્ર દેશમાં સી.એ.એ. અને એન.આર.સી ના વિરોધમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તા.29-01-20 ના રોજ ભારત બંધનું એલાન સોશિયલ નેટવર્કિંગ સાઇટો ઉપર જોવા મળેલ હતું, જેને પગલે છોટા ઉદેપુર નગરના મુસ્લીમ બિરાદરોએ આ બંધને સફળ બનાવવા માટે સ્વયંભૂ રીતે ધંધા રોજગારને સજજડ બંધ રાખીને પોતનો વિરોધ નોંધાવ્યો હતો. 

તૌફીક શેખ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા બિરસા મુંડાની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : મહાદેવ નગર વિસ્તારમાં નશાનો વેપલો કરતા બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

ProudOfGujarat

1 comment

Taufiq Shaikh Chhotaudepur January 29, 2020 at 3:53 pm

Very nice networking

Reply

Leave a Comment

error: Content is protected !!