Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર પો.સ્ટે.નાં ચોરવાણા ગામ પાસેથી કિં. રૂ.૨૮,૦૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.

Share

પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ વી.એન.પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફના માણસોને પ્રોહી પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સારૂ સુચના કરેલ જે અનુસંધાને તારીખ-૨૭/૦૯/૨૦૨૦ ના રોજ ચોરવાણા ગામે નીચે મુજબનો ફોરવ્હીલ ગાડીના બોનેટમાં સંતાડીને લઇ જવાતો ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડેલ છે. કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ :-

(૧) રોયલ બાર પ્રીસ્ટેજ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ મીલીની પ્લા.ની કંપની શીલબંધ બોટલ નંગ-૫૪ કિં.રૂ ૨૮,૦૮૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ ની કિ.રૂ. ૫૦૦/- (૩) હ્યુંડાઇ સેન્ટ્રો ગાડી નંબર GJ-06-AB-4718 ની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૨૯,૦૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. પકડી પાડવામાં આવેલ ઇસમો  માં (૧) અનિલભાઇ ગોસલાભાઇ જાતે રાઠવા રહે.ચીસાડીયા,જમોરીયા ફળીયા તા.જિ.છોટાઉદેપુર (૨) મુકેશભાઇ દેસીંગભાઇ જાતે રાઠવા રહે.ચીસાડીયા,જમોરીયા ફળીયા તા.જિ.છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.  આમ, હ્યુંડાઇ સેન્ટ્રો ગાડીના બોને।ટમાં સંતાડીને લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ નંગ-૫૪ કિ.રૂ.૨૮,૦૮૦/- તથા હુંડાઇ સેન્ટ્રો ગાડીની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિંમત રૂપિયા-૧,૨૯,૨૦૦/- નો મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી સંડોવાયેલ ઇસમોને પકડી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

તૌફીક શેખ : છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં G-20 અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકચાલકનું મોત.

ProudOfGujarat

મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આમોદ પહોંચેલી ગાંધી સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!