Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ૨૦૧૯ નાં વર્ષનાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા.

Share

છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું ગુજરાત વિધાનસભાના ૨૦૧૯ ના વર્ષના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે બહુમાન કરવામાં આવ્યુ છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧.૫ કિલોની ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ આપીને તેઓને સન્માનિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે મોહનસિંહ રાઠવા પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયથી વિધાનસભામાં ચુંટાતા રહ્યા છે. તેઓએ લાંબી ટર્મ માટે જેતપુરપાવી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. બાદમાં તેઓ છોટાઉદેપુર બેઠક પરથી ચુંટાયા હતા. તેઓ અગાઉની સરકારોમાં વિવિધ ખાતાઓ સાથે મંત્રી પદે પણ રહ્યા હતા. તેમને ૨૦૧૯ ના વરિષ્ઠ શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાતા છોટાઉદેપુર જિલ્લાની જનતામાં આનંદ ફેલાયેલો દેખાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીના જન્મ દિવસે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા નિમણૂંક પામેલ ડ્રાઇવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા.

ProudOfGujarat

મિસ્ટ્રી : અંકલેશ્વરમાં અગાઉ હત્યાના બનાવમાં સામે આવેલ ચાર આરોપી પૈકી એક આરોપી બાંગ્લાદેશનો આતંકવાદી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!