છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નેશનલ ગર્લ ડે ની ઉજવણીના ભાગરૂપે સમાજમાં દિકરીનું મહત્વ વધે અને દિકરી પ્રત્યે ભેદભાવ દૂર થાય એવા ઉમદા હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન તરાલ, સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નીનામા, સખી વન સ્ટોપના સેન્ટર ઇન્ચાર્જ કુસુમબેન મકવાણા, તેમજ અન્ય કર્મચારીઓ તથા છોટાઉદેપુર નર્સિંગ સ્કુલની વિદ્યાર્થિનીઓ તથા સ્ટાફ આ ઉપરાંત એસ.એફ.હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ તેમજ ચાઈલ્ડ લાઈન છોટાઉદેપુરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, સદર રેલીનું ઉદઘાટન જીલ્લા સેવા સદન ખાતેથી કરવામાં આવ્યું, આ રેલીને નગર પાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી શ્રીમતી કિરણબેન તરાલ તેમજ સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નીનામા દ્વારા પ્રસ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ આ રેલી ‘બેટી બચાઓ બેટી પઢાવો’ ‘દિકરો દીકરી એક સમાન’ વગેરે સુત્રોચ્ચાર સાથે નગરના માર્ગો પર ફરી સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં ‘બેટી બચાઓ બેટી પઢાવો’ સ્લોગનની રંગોળી પણ બનાવવામાં આવી હતી.
તૌફીક શેખ છોટાઉદેપુર