પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે કુંભાણી ગામેથી હીરો ગ્લેમર મોટર સાયકલ નંબર-GJ-17-P-8801ની ઉપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પકડી પાડી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ (૧) લંડન પ્રાઇડ પ્રમિયમ વ્હિસ્કી કુલ બોટલ-૪૮ કિ.રૂ.-૭૪૪૦/- (૨) માઉન્ટ ૬૦૦૦ ટીન બીયરની કુલ બોટલ-૨૧૬ કિ.રૂ.-૨૪,૮૪૦/- (૩) દારૂની હેરા-ફેરી કરવા ઉપયોગમાં લીધેલ મો.સા કિ.રૂ.-૩૫,૦૦૦/- આમ મોટર સાયકલ નંબર-GJ-17-P-8801 ની ઉપર લઇ જવાતા વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૬૪ કિંમત રૂપીયા-૩૨,૨૮૦/- તથા મોટર સાયકલ કિંમત રૂ.-૩૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ-૬૭,૨૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલ ચાલક વિરૂધ્ધ ગુનો રજીસ્ટર થવા સારૂ વધુ કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
તૌફીક શેખ છોટાઉદેપુર