Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા તેજગઢ ગામેથી પલ્સર મોટરસાયકલ દ્વારા પાયલોટીંગ કરી બોલેરો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિં. રૂ ૬,૭૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.  

Share

પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ ગતરોજ તા.૧૬/૦૮/૨૦૨૦ ના રોજ તેજગઢ ગામે છોટાઉદેપુર પો.સ્ટેના પો.ઇન્સ વી.એ.દેસાઇ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે વખતે બાતમી આધારે રજી. નંબર વગરની સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડીમાં લઈ જવાતો ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૨૪૦ કિં.રૂ ૧,૧૫,૨૦૦/- તથા બોલેરો ગાડીની કિ.રૂ ૫,૦૦,૦૦૦/- તેમજ પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરાવવા ઉપયોગમાં લેવાયેલ બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ-34-D-8123 ની કિ.રૂ ૬૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ ૬,૭૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ બંને વાહનો છોડી નાશી જનાર ચાલકોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. 

તૌફીક શેખ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ગોધરાનાં રેન્જ ફોરેસ્ટ ઓફીસરે પિતાની પુણ્યતિથીની ઉજવણી કરી ગરીબ બાળકોને પુસ્તકોની ભેટ આપી.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં જુનિયર કલાર્ક પરીક્ષા માટેના પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનું જાહેરનામું

ProudOfGujarat

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધ લાભાર્થીઓને સહાય અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!