છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ખાતે આવેલ ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં બનાવવામાં આવેલ સરકારી કોવિડ કેર સેન્ટરમાં ગઇકાલે આગ લાગતા અફડાતફડી મચી હતી. સ્વીચ બોર્ડમાં શોર્ટ શર્કીટને લઈને આગ લાગી હોવાનું મનાય છે.જોકે આગ લાગતાની સાથે જ આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ હૉસ્પિટલ કર્મીઓએ તાત્કાલિક આગને કાબુમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારી તરત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, ૧૦૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બીજા માળે જ્યાં કોવિડનાં દસ દર્દીઓ હતા, તેઓને ઘટના બનતા તાત્કાલિક પ્રથમ માળે શિફ્ટ કરાવામાં આવ્યા હતા. ત્યારબાદ દસ પૈકી ત્રણ દર્દીઓની સારવારનો સમય પૂર્ણ થતાં તેમને રજા આપવામાં આવી હતી.જ્યારે સાત દર્દીઓને છોટાઉદેપુરની કોવિડ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.કોવિડ હોસ્પિટલમાં બનેલ આગની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. જોકે સદભાગ્યે કોઇ જાનહાની નહિં થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. આગની ઘટનાને પગલે સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ તેમના સંબંધીઓમાં ભયની લાગણી ફેલાવા પામી હતી. જોકે જાનહાની ટળતા સહુએ રાહત અનુભવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ખાતે હોસ્પિટલનાં કોવિડ કેર સેન્ટરમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.
Advertisement