આમ તો સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ જન્માષ્ટમી ભારે ધૂમધામથી ઉજવાય છે. પરંતુ ચાલુ સાલે કોરોનાની મહામારીનાં કારણે પ્રજાએ જન્માષ્ટમીની ઉજવણી સાદાઈથી કરી હતી. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી આરતી અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમીની વહેલી સવારથી જ મેઘરાજા પણ મોજમાં હતા છતાંય કૃષ્ણઘેલા ભક્તો બાળગોપાલના આગમનને વધાવવા મંદિરોમાં પહોંચી ગયા હતા અને હાથી ઘોડા પાલકી જય કન્હૈયાલાલ કી ના જયઘોશ સાથે ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. નગરના રણછોડરાય સહીત તમામ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સની વિશેષ કાળજી લેવામાં આવી હતી. પ્રજાએ ભગવાન સન્મુખ આ કોરોનાની મહામારી વહેલી તકે સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
તૌફીક શેખ, છોટાઉદેપુર
Advertisement