Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુરના કલારાણી ગામની સીમમાં ખેતરના કુવામાંથી કોસુમની યુવતીનો મૃતદેહ મળ્યો

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામની સીમના એક ખેતરમાં આવેલ કુવામાંથી કોસુમ ગામની એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર કલારાણી ગામના એક ખેડૂત માધુભાઈ કોલચાના સીમમાં આવેલ ખેતરના‍ કુવામાં કોઇ યુવતીનો મૃતદેહ જણાતા ખેતર માલિકે કરાલી પોલીસ મથકે આ બાબતે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવીને યુવતીના મૃતદેહને બહાર કઢાવ્યો હતો. ત્યારબાદ આ મૃતદેહ નજીકના કોસુમ ગામે રહેતી રવિનાબેન ભારસીંગભાઇ રાઠવા નામની યુવતીનો હોવાની જાણ થઇ હતી.

આ ઘટના તા.૨૪ જુલાઇથી ૨૬ જુલાઇ દરમિયાન બની હોવાનું મનાય છે. આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવતી રવિનાબેન બે દિવસ અગાઉ લાપતા થઇ હતી. પરિવારજનોએ તેની શોધ કરવા છતાં કોઇ ભાળ મળી નહતી. ૧૮ વર્ષીય રવિનાએ કુવામાં જાતે ઝંપલાવ્યું હતું કે અન્ય કોઇએ તેને કુવામાં નાંખીને ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હશે? તે બાબતે હાલતો રહસ્ય સર્જાયું છે. યુવતીના મોતનો ભેદ પોલીસ તપાસ બાદજ ઉકેલાશે એમ હાલ તો મનાઇ રહ્યું છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા વુમન્સ મન્થ અંતર્ગત તમામ મહિલાઓ અને એજન્ટો માટે વિશેષ ઑફર્સ

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક : બે સ્થળે ચોરીની ઘટનાને અપાયો અંજામ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!