છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતમાં વીજળી પડતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના બની હતી. જેમાં વિજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખનો ચેક તેમના ઘરે જઈ ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો. હાલ ગુજરાત રાજ્યમાં ચોતરફ કમોસમી વરસાદ પડી રહ્યો હતો, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ જોરદાર કમોસમી વરસાદ નોંધાયો હતો. ત્યારે ગત અઠવાડિયે સંખેડા તાલુકામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં સંખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કૃષ્ણપુરા વસાહત ગામના ગણપતભાઈ ભૂરાભાઈ અને હસમુખભાઈ રાતીલાલભાઈ ઉપર અચાનક આકાશમાંથી વીજળી પડતાં બંનેનું કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ગણપતભાઈ ભૂરાભાઈ અને હસમુખભાઈ રાતીલાલભાઈના ઘરે જઈ ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે તેમના પરિવારજનોને ચેક આપવામાં આવ્યા હતા.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર
છોટાઉદેપુરનાં સંખેડામાં વીજળી પડવાની ઘટનામાં માનવ મૃત્યુ સહાય રૂ. 4 લાખની સહાય કરાઇ
Advertisement