Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

Share

પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામ ખાતે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને અકસ્માત બાદ બસમાં આગ લાગતાં બસ આગમાં બળીને ખાખ ગઈ હતી. કલારાની તરફથી સજવા તરફ બાઈક લઈને જવા નીકળેલા રામદેવ તારસીંગ કોલચા, ઉ.30 વર્ષ રહે. રાજપુર (ભી) ને કવાંટ તરફથી આવતી ખાનગી બસ સાથે ધડાકાભેર અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. આ અકસ્માત બાદ બાઈક બસની નીચે ફસાઈ જતાં બસ ચાલક બસને લગભગ 200 મીટર કરતા વધુ દૂર સુધી ઘસડીને જતાં રસ્તા પર બાઈક ઘસાવાને કારણે બાઈકને આગ લાગી હતી અને આ આગ બસને પણ લાગી ગઈ હતી. બસને આગ લાગતા બસમાં બેસેલા મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ જોતજોતામાં આગ આખી બસને લપેટમાં લેતા આગમાં બસ બળી ગઈ હતી.

બસમાં આગ લાગતાં એક તબક્કે રંગલી ચોકડીથી ખાટિયાવાંટ વચ્ચેનો રસ્તો પણ એકાદ કલાક સુધી બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બોડેલીથી ફાયર ફાઈટરને બોલાવીને આગ બુઝાવવામાં આવી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી સૌરાષ્ટ્રમાં વેચવા જતાં બે ઈસમોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

ProudOfGujarat

પંચમહાલ : હોટેલો, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપ સહિતનાં સ્થળોએ ફરજિયાત પણે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા અંગેનું જાહેરનામું.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વિડિયો કૉલિંગ સાથે આરોગ્ય વીમાને આપ્યો વ્યક્તિગત સ્પર્શ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!