છોટાઉદેપુર જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ, તે અંતર્ગત સી.એમ.ગામીત પોલીસ સબ ઇન્સ્પેકટર કવાંટએ ના ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવેલ તેમજ અંગત બાતમીદારો ઊભા કરેલ હતા તેના દ્વારા આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મળેલ કે ક્વાંટ પોલીસ સ્ટેશનના પાર્ટ C ગુ.ર.નં.11184006210243/2021 પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે છેલ્લા બે વર્ષથી નાશતો ફરતો આરોપી નામે દિનેશભાઈ ઉર્ફે ટીનેશ માવસીંગભાઇ ડું.ભીલ રહે. રામાપલસાદી નિશાળ ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓ પોતાના ઘરે હાજર આવેલ હોવાની હકીકત મળતા પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે સદરી ઇસમના ધરે જઇ તપાસ કરતા આરોપી દિનેશભાઇ ઉર્ફે રીનેશ માવસીંગભાઈ ડું.ભીલ ઉ.૨૫ રહે. રામાપલસાદી નિશાળ ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓ હાજર મળી આવતા તેને પકડી પાડી સદરી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાનાકામે છેલ્લા બે વર્ષથી પોતાની ધરપકડ ટાળી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર