રાજ્યનાં અનેક જિલ્લાઓમાં 4200 ગ્રેડ પે અને સી.સી.સી. પરીક્ષાની મુદતમાં વધારો તેમજ આંતરિક તેમજ જિલ્લા ફેરબદલીઓ માટેની માંગોને લઇ પ્રાથમિક શિક્ષકો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ રાઠવાએ ટેલિફોનિક માહિતી આપતાં જણાવેલ કે શિક્ષકોનાં હિતને અસર કરતા તમામ મુદ્દાઓ માટે હર હંમેશા અમોએ રાજ્ય શિક્ષક સંઘને ધારદાર રજૂઆતો કરેલ છે અને આગળનાં સમયમાં પણ રાજ્ય સંઘ તરફથી સુનિશ્ચિત કરવામાં આવેલ ગાઈડ લાઈન પ્રમાણે અમારું જિલ્લા સંઘ આક્રમક રીતે લડત આપવા માટે કટિબદ્ધ છે અને શિક્ષકોને તેઓના લાભ અપાવવા માટે આગામી દિવસોમાં રાજ્ય સંઘ તરફથી મુક્કરર કરવામાં આવતા જલદ કાર્યક્રમો કરવામાં આવશે તેવું એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
તૌફીક શૈખ, છોટા ઉદેપુર
Advertisement