સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તથા જીલ્લા બહારના તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જને સુચના આપેલ જે અનુંસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જેના અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટના ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓ (૧)અર્જુનભાઇ મધુભાઇ કિરાડ (૨) રશનભાઇ મોતીભાઇ ડાવર બન્ને રહે.પાનમહુડી બજાર ફળીયા તા.સોંઢવા જી.અરલીરાજપુર એમ.પી. નાઓ છોટાઉદેપુર ખાતે આવેલ હોય જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા છોટાઉદેપુર ટાઉન એસ.ટી. સ્ટેન્ડ તથા પાવર હાઉસ ચોકડી ખાતેથી બન્ને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર