સંખેડા તાલુકાની ગ્રામ પંચાયત ખુનવાડ ગ્રામ પંચાયતના સરપંચ સામે સ્થાનિક ગ્રામજનોએ ગેરરીતીના ગંભીર આરોપ લગાવ્યો છે. ગ્રામજનોનું માનવું છે કે બારિયા ફળિયામાં ગટર બનાવ્યા વગર ગટરના નામે નાંણા ઉઠાવી લેવામાં આવ્યા છે. જ્યારે સ્થળ પર ગટરનું કોઈ જ નામો નિશાન નથી. ગ્રામજનોનું માનવું છે કે ખુનવાડ ગામમાં બારિયા ફળિયા વિસ્તારમાં ગટર બનાવવાના નામે સરપંચ દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. જ્યારે સ્થળ પર કોઈ જ ગટરનું કામ કરવામાં આવ્યું નથી.
ખુનાવાડ ગ્રામ પંચાયતના સભ્ય નારણભાઈ લાલજીભાઈ રબારી આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર તેમજ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા કલેકટરને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં આખું તંત્ર જાણે કે આ કામમાં ભાગીદાર હોય ? તેમ ચુપકીદી સેવીને બેઠું છે, થોડા સમય પહેલાં નારણભાઈએ મુખ્યમંત્રીને ઓનલાઇન અરજી કરી છે છતાં પણ પરિણામ આવ્યું નથી હવે ગામલોકો આંદોલન કરવા મકકમ બન્યા છે. ઘણા સમયથી ગામલોકો તપાસ માંગી રહ્યા છે છતાં અધિકારીઓ તસ્દી લય રહ્યા નથી. ગ્રામ્ય વિસ્તારની જનતામાં રોષ ભભુકી રહયો છે. ગટરનું ખરાબ પાણી બહાર આવી રહયું હોવાથી રોગચાળો વકરે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. ખુનવાડ ગામના આ વિકાસને નામે થયેલા ભ્રષ્ટકામોની તપાસ જો રોકવામાં આવશે તો ગામના લોકો ઉગ્ર આંદોલન કરવાનું મન બનાવી બેઠા છે. સ્થાનીકોની ૫ વર્ષથી તપાસની માંગને કેમ ટલ્લે ચડાવાય રહી છે ? તે વૈધક સવાલ જ આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે જેવા પ્રશ્નો ગ્રામ્ય વિસ્તારની જનતા માંથી સતત ઊઠી રહયા છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર
છોટાઉદેપુરના ખુનવાડ ગામે ગટર બનાવ્યા વગર સરપંચે લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનો આક્ષેપ
Advertisement