છોટાઉદેપુર જીલ્લામાં ગરીબ આદીવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તંત્રની જાણમાં છે કે જાણ બહાર ? તે અંગે પ્રજામાં શંકા એ સ્થાન લીધું છે.અંતરીયાળ વિસ્તારોમાં બોગસ તબીબ જોવા મળી રહ્યા છે. વચેટિયાઓ મારફતે અને અધિકારીઓના રહેમ નજર હેઠળ પ્રજાના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની ગંભીર ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. બોગસ દવાખાના ની ચાલતી હાટડીઓ કોના અહેસાનની નીચે ચાલે છે કે કોના ઇશારે ચાલે છે જે અંગે તંત્ર જવાબ આપે તેમ પ્રજા ઈચ્છી રહી છે. સસ્તા ભાવની દવાઓ લાવી બોગસ ડિગ્રી વગરના ઝોલા છાપ ડોકટરો નાના મોટા રોગો નું બારોબાર દવાઓ આપીને નિદાન કરતાં જોવા મળે છે.
કોને કેવી અને કઈ દવાની જરૂર છે એ કેવીરીતે ખબર પડે એમાં કોઇ દર્દીનું આરોગ્ય વધુ જોખમાય તો જવાબદારી કોની એ પણ એક ચર્ચા નો વિષય બન્યો છે. ભુતકાળ બોગસ દવાખાનાઓ ચાલતા હોય છોટાઉદેપુર તાલુકામા એક બોગસ ડોકટર દ્વારા દર્દીને ઇન્જેક્શન આપી દેતા રીએકશન આવ્યુ હતું જે અંગે ભારે હોબાળો થયો હતો તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રજાના આરોગ્ય અર્થે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. પ્રજાને આરોગ્ય અર્થેની સુખ સુવિઘા ગામડે ગામડે મળી રહે તે માટે પીએચસી અને સીએચસી કેન્દ્રો તથા હોસ્પિટલો ખોલવામાં આવ્યા છે. પરતું આરોગ્ય લક્ષી આટલી બધી સુવિધા હોવા છતાં ક્યાંક ને ક્યાંક મીલીભગતના કારણે બોગસ દવાખાના ચાલે છે અને કોના ઇશારે ચાલે છે તે જીલ્લા ના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસ નો વિષય બન્યો છે. એક ખાતા ની નિષ્કાળજી ના કારણે સમગ્ર તંત્ર બદનામ થતુ હોય તેમ જોવા મળી રહયું છે.
જિલ્લા ની અંદર સમાજ ને ઉજાગર કરનારા તેમજ તંત્ર ને ઉજાગર કરનારાઓ ડોકટરો ને જણાવી રહ્યા છે કે તમારો પરવાનો અમારી પાસે છે તમારું કોઈ કંઈ બગાડી શકે નહિ. તમે નિશ્ચિંત રહો તેવી પણ સાંત્વના ઓ બોગસ ડોકટરો ને મળી રહી છે. દારુઅને જુગાર ના ઠેર ઠેર અડ્ડાઓ ચાલતા હોય એ તો સાંભળ્યું હતું પરંતું બોગસ દવાખાનાઓ કોઇ રોક ટોક વગર ચાલતા હોય તે પણ હવે જોવા મળી રહ્યું છે. ભૂતકાળમાં પોલીસે જીલ્લા માંથી ઘણાં બોગસ ડોકટરો ને પકડી લીધા હતા પરતું હાલમાં તેઓ ફરી પાછો ધંધો કરતાં હોય એવી ચર્ચાઓ થઈ રહી છે. અને શંકાની સોય તંત્ર સામે જઈ રહી છે. આ અંગે આરોગ્ય તંત્ર કે પોલીસ તંત્ર વધુ પગલાં ભરશે કે કેમ ? તે પ્રશ્ન પ્રજામાં ઉઠ્યો છે, આરોગ્ય લક્ષી આટલી બધી સુવિધા હોવા છતાં ક્યાક વજનના કારણે બોગસ દવાખાના ચાલે છે અને કોના ઈશારે ચાલે છે તે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો હોઈ તેમ લાગી રહ્યું છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર