Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી રાધિકા રાઠવાને સોંપાઇ

Share

છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે રાધિકાબેન રાઠવાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને ગુજરાત પ્રભારી સંદીપભાઈ પાઠકની આગેવાની હેઠળ છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે રાધિકા રાઠવાને જવાબદારી સોંપવામાં આવી છે. રાધિકા રાઠવા પાવીજેતપુર વિધાનસભા બેઠક ઉપરથી ચુંટણી લઢી હતી અને તેમના પિતા અમરસિંગ ભાઈ રાઠવા છોટાઉદેપુર બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. રાધિકા રાઠવા પોતાના જીવનમાં શરૂઆતથી જ સમાજ સેવા અને પ્રજાલક્ષી કામોને વાચા આપવાનું કામ કરે છે. આવા સમાજ સેવી અને ઈમાનદાર વ્યક્તિને આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ બનાવા બદલ તમામ કાર્યકરો અને હોદેદારોએ હર્ષની લાગણી અનુભવી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધી કાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુકશે રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટશે

ProudOfGujarat

ભરૂચ : ભગવાન મેઘરાજના દર્શન કરવા લોકોની ભીડ જામી…!

ProudOfGujarat

 હાંસોટ માં આજે બપોરે દસેક મિનિટ સુધી વરસાદ પડી હાથતાળી આપી ગયો હતો.લોકો ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!