પો.સ.ઇ. સી.એમ.ગામીતે કવાંટ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમી દારો ઉભા કરેલ હતા. આજરોજ પો.સ.ઇ. સી.એમ.ગામીતે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મેળવેલ કે મોસ્ટ વોન્ટેડ આરોપી અમરસીંગભાઈ મોચડાભાઇ રાઠવા ઉવ. ૫૫ રહે. રાયસીંગપુરા, માલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર જે છેલ્લા બાર વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીનુ નામ જિલ્લાના ટોપ-૧૦ નાસતા ફરતાની યાદીમાં છે અને ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ અને પરિપત્ર મુજબ. પોલીસ અધિક્ષક છોટાઉદેપુરે આરોપીને પકડવા રૂ.૧૦,૦૦૦/- નુ ઇનામ જાહેર કરેલ છે જે આરોપી રાયસીંગપુરા ગામે કોતર પાસે આવેલ એક ઝુંપડીમાં હોવાની હકીકત મળતા પો.સ.ઇ. સી.એમ.ગામીતે પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી ખાનગી વાહનમાં બેસી આજ રોજ રાત્રીના બાતમીવાળી જગ્યાએ સ્થાનિક આદિવાસી વેશભુષા પહેરીને ગયાં હતાં અને ચોતરફથી કોર્ડન કરી વોયમાં ગોઠવાયેલ હતા અને વહેલી સવારના ઝુપડીમાં હલનચલન જણાતા આ જગ્યાએ જઈ ત્યાં હાજર ઇસમને પકડી પાડેલ જે ઇસમનુ નામઠામ પુછતા અમરસીંગભાઈ મોયડાભાઇ રાઠવા ઉવ ૫૫ રહે. રાયસીંગપુરા, માલ ફળીયા તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાનો હોય તેને પકડી પાડી કવાંટ પોલીસ સ્ટેશન લઇ આવેલ. આમ છેલ્લા બાર વર્ષથી ખુન, ખુનની કોશીશ, રાયોટીંગ અને આર્મ્સ એક્ટના ગુનાનામાં સંડોવાયેલ નાશતો ફરતો આરોપીને અને સરકાર દ્વારા ૧૦,૦૦૦/- ઇનામની જાહેર કરેલ જિલ્લાના ટોપ-૧૦ નાશતા ફરતા આ આરોપીને પકડી પાડયો હતો.
ફૈજાન ખત્રી કલારાણી,છોટાઉદેપુર