છોટાઉદેપુર જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને સોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ અપાયેલ તે અંતર્ગત કવાંટ પી.એસ.આઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે ડભોઈ પો.સ્ટે I ગુ.રજી.નં.૪૮/૨૦૧૭ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામનો આરોપી કુલદીપભાઈ નસરીયાભાઈ રાઠવા રહે.પિપલ્યાવાંટ પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર નાઓ ક્વાંટ બજાર આવવાનો છે જે બાતમી હકીકત આધારે સદરી ઇસમને ક્વાંટ ડોન બોસ્કો ચોકડી ખાતે વાહન ચેકિંગની તપાસમાં હતા, તે દરમ્યાન સદર આરોપી આવતા તેની વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આમ છ વર્ષથી પોતાની ધરપકડને ટાળી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
ફૈજાન ખત્રી જિ. છોટાઉદપુર