Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : ચોરાઈ ગયેલ મોટરસાયકલને પોકેટકોપની મદદથી પકડી પાડતી કરાલી પોલીસ.

Share

સંદીપસીંગ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં ચોરીની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને ચોરીની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત – નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અન્વયે કે.એસ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ આર.પી.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરાલી પોલીસ સ્ટેશન નાઓએ અ.હે.કો. ઉમેશભાઇ બચુભાઇ બ.નં .૧૭૪ તથા પો.કો અતિકમિયા રજાકમિયા બ.નં ૦૨૨૦ નાઓને રંગલી ચોકડી ખાતે વાહન ચેકીંગમાં કામગીરીમાં મોકલી આપેલ હતા. તે દરમ્યાન બોડેલી તરફથી એક ઇસમ નંબર વગરની હિરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઈને આવતો હોય. જે મો.સા. શંકાસ્પદ જણાતા ચાલકને રોકી તેના એંજીન – ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં નાખી ચકાસણી કરતા મો.સા. કવાંટ પોલીસ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૬૨૨૦૯૧૨ / ૨૦૨ર ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ચોરીના ગુનામાં ગયેલ હોવાની હકીકત જણાઈ આવેલ. સદર મો.સા.ચાલકની પુછપરછ કરતા મધ્યપ્રદેશ રાજ્યના સોંઢવા તાલુકાના આંબી ગામનો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનુ જણાઈ આવેલ. જેથી સદર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર વિરૂધ્ધ કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ કરેલ છે. આમ કરાલી પોલીસને પોકેટ કોપ ટેકનોલોજીની મદદથી ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.

ProudOfGujarat

માંગરોળની હરસણી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ બાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!