જિલ્લાઅધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબના માર્ગદર્શન મુજબ આવનાર વિધાનસભાની ચુંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કરાલી પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ગઈ છે ત્યારે તંત્ર પણ પુર જોશમાં કામે લાગી ગયું છે. ત્યારે પોલીસ તંત્ર પણ ચૂંટણીને ધ્યાનમા રાખી ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અસમાજિક તત્વો કોઈ કારીચડોઈ ના કરે એ હેતુથી કરાલીના પી.એસ.આઈ અને તેમના પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખી ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
ફૈજાન ખત્રી, છોટાઉદેપુર
Advertisement