છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની ઘુટિયાઆંબા ગામની શર્મિલાબેન અજયભાઈ રાઠવા નામની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેઓ પોતાના ઘરેથી આગણવાડી વર્કરની મદદથી તારીખ 27 ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસના સમયે 108 મારફતે ગઢ બોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા. ત્યાં હાજર સ્ટાફ નર્સ ધ્રુતી પારધી મહિલાને ચેક કરીને કહ્યું કે તમારૂ બાળક ગર્ભમાં ઊંધું છે જેથી તમારે વધુ સારવાર માટે નસવાડી સામુહિક આરોગ્યમાં ખાતે જવું પડશે. આમ 108 મારફતે આ મહિલાને ગઢ બોરીયાદથી નસવાડી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવી હતી. ત્યાં મહિલાને વધુ પીડા ઉપડી જ્યારે હાજર સ્ટાફ એ મહિલાના ગર્ભમાં બાળકની તપાસ કરી અને બાળક હલન ચલન કરે છે તેવું પણ કહ્યું હતું. પરંતુ બાળક પેટમાં ઉંધુ હોવાથી નસવાડી ડિલિવરી થાય તેમ નહોતું જેથી નસવાડીથી બોડેલી તાલુકાના જબુગામ ખાતે મહિલાઓના પ્રસુતિ માટેના સ્પેશિયલ દવાખાનામાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં હાજર સ્ટાફ દ્વારા આ મહિલાના પેટમાં બાળક નહિ હોવાનું જણાવ્યું. જેથી જબુગામથી મહિલાને સોનોગ્રાફી માટે બોડેલી ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં સોનોગ્રાફી કરતા પેટમાં બાળક જ ના હોવાનો રિપોર્ટ આવ્યો હતો. મા કાર્ડની નોંધણી અને માં કાર્ડમાં સમય અંતરે ચેકઅપની પ્રક્રિયા પણ થયેલ છે અને બાળકના જન્મની સંભવિત તારીખ પણ આ કાર્ડમાં દર્શાવવામાં આવી છે તો આ બાળક ગયું ક્યાં આ બાબતને લઈને પરિવારજનો અને ગ્રામજનો બાળક ગુમ કર્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. નવ મહિનાનો ગર્ભ સગર્ભા માતાના પેટમાંથી ગાયબ થતા આશ્ચર્ય સર્જાયું છે. શિશુ તસ્કરીનું શું કોઈ મોટું રેકેટ ચાલી રહ્યું છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. જે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર
છોટાઉદેપુર : નસવાડી તાલુકાના ઘુટિયાઆંબા ગામની સગર્ભા મહિલાનું 9 માસનું બાળક ગુમ થયુ હોવાનો આક્ષેપ કરતા પરિવાર અને ગ્રામજનો.
Advertisement