Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : ચૂંટણીપંચની ગાઈડલાઈન્સ પ્રમાણે કામગીરી અને આયોજન કરવા કલેકટરે મતદાન મથકોનું સ્થળ નિરીક્ષણ કર્યું.

Share

આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીના ભાગરૂપે મતદાન મથકોના સ્થળની રૂબરૂ નિરીક્ષણની કામગીરી છોટાઉદેપુરની કલેકટર કચેરી દ્વારા આરંભી દેવામાં આવી છે. ગઈકાલે છોટાઉદેપુરના નગરપાલિકા વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના જામલા અને ઝોજ ગામના વિવિધ મતદાન કેન્દ્રોની નિરીક્ષણની કામગીરી કર્યા બાદ આજે કલેકટર સ્તૃતિ ચારણ, એસ.પી, ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર મૈત્રીદેવી સિસોદિયા તેમજ કવાંટના મામલતદાર, અને ચુંટણી કામગીરીમાં રોકાયેલા બોડેલી અને કંવાટ તાલુકા સેવા સદનના તમામ આધિકારીગણ આજે કવાંટ અને બોડેલીના વિવિધ મતદાન કેન્દ્રોની સ્થળ નિરીક્ષણની કામગીરી કરી હતી જે સંખેડા વિધાનસભાના મતદાન કેન્દ્રોમાં આવે છે.

અંતરિયાળ તેમજ સંવેદનશીલ ગણાતા તમામ મથકો જેવા કે જામલી પ્રાથમિક શાળા, જામલી, તા.કવાંટ, કવાંટની ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કુલ, બોડેલીની ઢોકલિયા પ્રાથમિક શાળા, ટી.સી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, શેઠ શિરોલાવાલા હાઈસ્કુલ અને અલીપુરા ખેરવા-૩ ની નવજીવન હાઈસ્કુલ વગેરે સ્થળોએ જઈ તમામ ઓરડાઓ, રેમ્પની સુવિધા, અન્ય પ્રાથમિક સુવિધાઓ, લાઈન કરવા માટેની જગ્યા, ડિસ્પ્લે બોર્ડ માટેની સ્પેસ, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા વગેર બાબતો માટે પુછપરછ કરી, જરૂરી સલાહસુચન કર્યા હતા. તેમજ સુરક્ષાની દ્રષ્ટીએ એસ.પી. ધર્મેન્દ્ર શર્મા સાથે ચર્ચા કરી આયોજન માટે તૈયારી શરુ કરવા સુચનો કર્યા હતા. કલેકટર કચેરી દ્વારા ચુંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ ગાઈડલાઈન્સ પ્રમાણે ચુંટણી કામગીરી થાય તે માટે ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

બિપરજોય વાવાઝોડના રક્ષણ સામે દ્વારકાધીશ મંદિરે વિષ્ણુ યજ્ઞ શરુ કરાયો

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે નેત્ર-નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

નડિયાદ : ઠાસરા તાલુકામાં પતિના ખોટા વહેમના ત્રાસથી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!