Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : કરાલી પોલીસ સ્ટેશન ખાતે એસ.પી. ધર્મેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો.

Share

છોટાઉદેપુરના કરાલી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્મા તથા જિલ્લા પોલીસ નાયબ અધ્યક્ષ એ.વી. કાટકડની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્પેક્શન તેમજ લોકદરબાર યોજાયો હતો. જેમાં કલારાણી, કરાલી તેમજ આજુ બાજુના ગામના વહેપારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર પ્રતિવર્ષ જિલ્લા પેાલીસવડા પ્રત્યેક પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરે છે અને નગરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનોની રજૂઆતો માટે મિટીંગ બોલાવી સાંભળી તેના નિકાલના પ્રયાસો કરે છે. જેઓને તેમની સમસ્યાઓ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં તેમજ કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખુબ સારી છે પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાર્થક છે. તેમજ હાજર રહેલા આગેવાનોએ એ.વી.કટકડની જિલ્લામાંથી બદલી થતા. દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અંતે હાજર રહેલા આગેવાનોએ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ અધ્યક્ષ એ.વી.કાટકડ તથા કરાલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.જી.રોહિતનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં દેશી ગાય માટે નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતીની કીટ સહાય માટે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતો માટે, ૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં જરૂરી પુરાવાઓ સાથે અરજીની નકલ જમા કરાવવી.

ProudOfGujarat

ગોધરા : સફાઇ કામદારને મળેલુ ૭૦૦૦ રૂપિયા ભરેલુ પર્સ મૂળ માલિકને પરત કરીને માનવતા મહેકાવી.

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!