છોટાઉદેપુર જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં વિવિધ ગુનાઓ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ, તે અંતર્ગત એચ.એચ.રાઉલજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતીકે જી.યુ.વી.એન.એલ. વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૭૨૦૧/૨૦૧૫ ઇલેકટ્રીક સીટી એકટ કલમ ૧૩૫ ( એ ) મુજબના ગુના હેઠળ છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી હરજીભાઈ ગમજીભાઇ રાઠવા રહે.દેવાંટ તા.જી છોટાઉદેપુરના છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડી ખાતે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા આ ઇસમ ઝડપાઇ ગયો હતો. પોલીસે આ ઝડપાયેલ ઇસમને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર
Advertisement