Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : કરાલી પીએસઆઈ એન.જી.રોહિત તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

Share

કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં આવતા ગામોમાં તિરંગા બાઇક રેલી કાઢવામાં આવી હતી. તે બાદ પાંચવાડા ડુંગર પર તિરંગો લેહરાવવામાં આવ્યો હતો. દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ૭૫ માં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આઝાદીના અમૃત ઊત્સવની ઉજવણી અંતર્ગત કરાલી પોલીસ સ્ટાફ દ્વાર માર્ગો પર તિરંગા બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કરાલી પી.એસ.આઈ એન.જી.રોહિત સહિત સ્ટાફ જોડાયો હતો. તિરંગા સાથે બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી પાંચવાડા ડુંગર ખાતે પહોંચી હતી. જ્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સાથેજ આજુ બાજુની જનતા પ્રશંસા કરી રહી છે.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ધરમપુરના તબીબની કમાલઃ દેશની સૌથી મોટી 1.365 કિલોની પથરીનું કર્યું સફળ ઓપરેશન, લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત થયું…

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

ગુજરાતમાં હવે 400 રૂપિયામાં થશે RTPCR ટેસ્ટ: નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!