સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમા જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. જેને લઈને ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યભરમાં અલગ અલગ સમુદાય દ્વારા તિરંગા યાત્રા યોજાઇ રહી છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે કવાંટ પી.એસ.આઇ સી.એમ.ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા કવાંટ ટાઉનથી રામી ડેમ ખંડીબારા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કવાંટ ટાઉન પોલીસના પીએસઆઇ સી.એમ.ગામીતએ જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગાના ભાગરૂપે આજરોજ કવાંટ પોલીસ દ્વારા ટાઉનથી રામી ડેમ ખંડીબારા સુધી પોલીસ સ્ટાફ સાથે રાષ્ટ્રધ્વજ સાથે હરઘર તિરંગા અભિયાન અંગે લોક જાગૃતિ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર