Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી કવાંટ પોલીસ.

Share

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પોલીસે ધનીવાડા ગામે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત કવાંટ પીએસઆઇ સી.એમ.ગામીત તથા પોલીસ સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આકાશ ઉર્ફે બીટુ ઇન્દ્રવદન દેસાઈ રહે. વડોદરાનો વિદેશી દારૂ લઈ જઈ રહ્યો છે. કવાંટ પોલીસ ટીમે બાતમી મુજબના સ્થળે ખાનગી રાહે વોચ કરી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ.૪,૧૩,૩૬૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ સંદર્ભે કવાંટ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

આ લે ! અંકલેશ્વર નગરપાલિકાનું વીજબિલ કપાયું ? કેમ ? જાણો વધુ.

ProudOfGujarat

રેત માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર સાંસદ મનસુખભાઇ પ્રજાના રીયલ હીરો બન્યા.

ProudOfGujarat

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!