પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર તા.૦૬/૦૭/૨૦૨૦ નાં રોજ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.દેસાઇ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની સુચના મુજબ પોલીસ સ્ટાફનાં માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે માલુ ગામની સીમમાં ભીલપુર તરફથી આવતા રસ્તામાં નાકાબંધી દરમ્યાન એક મોટર સાયકલ આવતી દેખાતા તેના ચાલકને મોટર સાયકલ ઉભી રાખવા ઈશારો કરતા તે તેનુ મોટર સાયકલ ઉપરથી કંતાનનો કોથળો નાંખી નાસવા લાગેલ તેમનો પીછો કરતા તે ઝોઝ રોડ ઉપર ગાડી સાથે પકડાઇ ગયેલ અને જે પકડાયેલ ઇસમનું નામ કલીમભાઇ ભુવાનભાઇ ધાણુક રહે. કીડી પટેલ ફળીયા તા.જી.છોટાઉદેપુરનો હોવાનુ જણાવેલ તેની પાસેની હીરો ડીલક્ષ નંબર વગરની હોય જેનો એન્જીન નંબર જોતા HA11EPK5E 18372 ચેસીસ નંબર જોતા MBLHAW068K5E43710 નો હોય જે મોટર સાયકલ ઉપર રાખેલ કંતાનના કોથળામાં તપાસ કરતા ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂ ભરેલ (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી બોટલ નંગ- ૨૪ કિં.રૂ.૧૨,૬૦૦/- (૨) રોયલ સીલેક્ટ વ્હીસ્કી ડીલક્ષ વ્હીસ્કી બોટલ નંગ ૩૬ ની કિંમત રૂ ૧૫,૮૪૦/- નો કુલ બોટલ નંગ ૬૦ કિંમત રૂ.૨૮,૪૪૦/- નો પ્રોહી મુદામાલ તથા હીરો એચ.એફ ડીલક્ષ નંબર વગરની કિં.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ.૨ કિં.રૂ. ૧૦૦૦/-નો મળી કુલ કિં.રૂ. ૬૯,૪૪૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પો.સ્ટે.માં સદરી ઈસમ તથા પ્રોહી મુદ્દામાલ આપનાર વિરૂદ્ધ પ્રોહી એક્ટની કલમ ૬૫-એ,ઇ,૯૮(૨),૮૧,૮૩ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલ મંગાવનાર તથા આપનાર આરોપીઓની તપાસ કરી પકડી પાડવા સારૂ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
તૌફીક શેખ, છોટા ઉદેપુર