Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજ સુધી કોઈપણ પાર્ટી એ શાળા, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા જેવા મુદ્દા પર ચર્ચા કરી નથી : અરવિંદ કેજરીવાલ.

Share

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયકાર સાથે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું કે, આટલા ભારે વરસાદમાં તમે આવ્યા તેનો હું બઉ જ આભારી છું. આપણે અહીંયા વરસાદ શુભ સમાચારનો સંકેત કહેવાય છે. અને જે પ્રમાણમાં આટલા ભારે વરસાદમાં તમે સૌ અહીંયા બેઠા છો તે જણાવે છે કે, ભાજપને જવાનો સમય આવી ગયો છે. હવે ગુજરાતમાં નવી રાજનીતિ થશે, નવી પાર્ટી આવશે, નવા ચહેરા આવશે, નવા યુવા આવશે, નવી ક્રાંતિ થશે, હવે ગુજરાતમાં બદલાવ આવશે. અત્યાર સુધી ગુજરાતની જનતા તરફથી જેટલો પણ પ્રેમ મળ્યો હું તેનો આભારી છું. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્તિ ધરાવનાર પાર્ટી છે. અમને ઝગડો કરતા કે વાણીવિલાસ કરતા નથી આવડતું. અમે લોકોના મુદ્દાઓ પર રાજનીતિ કરીએ છીએ. આમ આદમી પાર્ટી એ એવી પહેલી પાર્ટી છે જે ચૂંટણી સમયે પણ લોકોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે, અને એવા મુદ્દા જે આજ સુધી 75 વર્ષના આઝાદ ભારતના ઈતિહાસમાં કોઈએ નથી ઉઠાવ્યા. સ્કૂલ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા તેના પર આજ સુધી કોઈ પાર્ટી એ વાત નથી કરી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને પણ ઝીરો વીજ બિલ આવશે.

આજે આદિવાસી સમાજ એટલો પછાત એટલે રહી ગયો છે કેમ કે, શિક્ષણનો અભાવ છે. દિલ્હીમાં અમે શાનદાર સરકારી સ્કૂલો બનાવી છે, એટલે હું ગેરંટી આપું છું કે, દરેક આદિવાસી ગામમાં સારી, શાનદાર અને પ્રાઇવેટ સ્કૂલો કરતા પણ સારી સ્કૂલો બનાવીશું, હું પોતે તેનું સુપરવીઝન કરીશ. તમારા બાળકોને સારું શિક્ષણ આપવું એ મારી જવાબદારી છે. દિલ્હીમાં અમે મોહલ્લા ક્લિનિક બનાવ્યા છે, અને દિલ્હીમાં 2 કરોડ લોકો રહે છે ત્યાં દરેક વ્યક્તિને ઈલાજ મફત. દવા હોય કે કોઈ મોટું ઓપરેશન બધી જ ઈલાજની સુવિધા મફત એટલે આદિવાસી સમાજ માટે પણ અમે દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું. તમારા માટે પણ દરેક ઈલાજ મફત કરીશું અને જો સરકારી હોસ્પિટલોમાં તમારો ઈલાજ ના થયો અને તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર પડી તો તમારો એ ઈલાજ પણ મફત થશે અને તેના પૈસા સરકાર ચુકવશે. દિલ્હીમાં આમિર હોય કે ગરીબ દરેકને મફત આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે, મોટામાં મોટું ઓપરેશન મફત થાય છે, એવી જ વ્યવસ્થા આદિવાસી સમાજ માટે પણ કરશું મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખોલીને જેમાં દરેક ઈલાજ મફત હશે. આદિવાસી સમાજના લોકોને જાતિનું પ્રમાણપત્ર લેવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેની પ્રક્રિયા આસાન કરશું, જેના કારણે કોઈ પણ આદિવાસીને તેનું જાતિ પ્રમાણપત્ર લેવામાં મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. જે આદિવાસી લોકો ખુબ જ ગરીબ છે, જેની પાસે રહેવા માટે ઘર નથી, તે લોકોને ઘર આપવામાં આવશે. અને દરેક ગામમાં રોડ રસ્તા બનાવવામાં આવશે. તેની સાથે જ જે બીજી ગેરંટીઓ દરેક સમાજ માટે જાહેર કરવામાં આવી છે, તે તેમના માટે પણ લાગુ કરવામાં આવશે.

BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાએ ‘એક તીર એક કમાન, હર આદિવાસી એક સમાન’ ના નારા સાથે છોટાઉદેયપુરની જનસભાને સંબોધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી અને છોટુભાઈ વસાવા જી આદિવાસી સમાજના વિકાસ માટે જે ગેરંટી લઈને આવ્યા છે તે આજ સુધી કોઈ બીજી પાર્ટી લઈને આવી નથી. આદિવાસીઓના જમીન, જંગલ, અને જળ ને લૂંટવા થી બચાવા માટે અરવિંદ કેજરીવાલ જી આદિવાસી સમાજ માટે ગેરંટી લાવ્યા છે. કેજરીવાલ જી શેડ્યૂલ પાંચની વ્યવસ્થા લાગુ કરશે, પેશા કાનૂન લાગુ કરશે અને ગ્રામસભાની તાકાત બતાવશે. તેની સાથે જ તે ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ ના ચેરમેન પણ આદિવાસી ને જ બનાવશે. હવે ગુજરાતમાં BTP અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

Advertisement

આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા, ‘આપ’ ગુજરાત રાજ્ય પ્રભારી સંદીપ પાઠક, ‘આપ’ ગુજરાત રાજ્યના ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ‘આપ’ રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઇન્દ્રનીલ રાજગુરુ, ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઉમેદવાર અર્જુન રાઠવા, ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી, ‘આપ’ રાજ્ય મંત્રી રામ ધડુક, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લોકસભા પ્રમુખ ડો.કેતુલ રાઠવા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત સહીત જિલ્લા અને વિધાનસભાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં પ્રથમ ચરણના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ.

ProudOfGujarat

ખેડા : મોંઘવારી અને બેરોજગારીને પગલે કોંગ્રેસ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ.

ProudOfGujarat

અમદાવાદ-એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાનો મામલો-નરોડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!