Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : બોડેલી વૈષ્ણવવાડી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષતામાં યોજાયો. જેમા પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવા, લોકસભા પ્રમુખ ડો.કેતુલ રાઠવા, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત, નરહરિભાઈ પટેલ, રંજનભાઈ તડવી, રિઝવાન સોની સહિત છોટાઉદેપુર તથા હાલોલ અને આસપાસના તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે તેવામાં દરેક પક્ષ પોતાના સંગઠનને મજબૂત કરવા ઉપરથી મળેલ સૂચના અનુસાર કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતમા સરકાર બનવાના મક્કમ નિર્ધાર સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી છે તેવામાં આજે બોડેલી વૈષ્ણવવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે આપણી સરકાર લાવવા ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ભાજપ કોંગ્રેસના ગુંડા નેતાઓ ઉપર ઝાડું ફેરવવું પડશે અને આગામી વિધાન સભામાં ગુજરાતમા આપ ની સરકાર બને તે માટે અત્યારથી જ મહેનત કરવી પડશે. આ પ્રસંગે છોટાઉદેપુર તેમજ હાલોલ જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ કિશનભાઈ તેમના સાથી મિત્રોને લઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

પેઇન્ટિંગમાં બનાવેલા ચહેરાઓ તમારા વ્યક્તિત્વને કહેશે, શું તમે પ્રેમમાં રહેલી નબળાઈઓને નજરઅંદાજ કરી શકો છો?

ProudOfGujarat

શહેરા તાલુકાની પસનાલ પ્રાથમિકશાળા તંત્ર દ્રારા SMC ના મુદ્દે મનમાની કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

ભરૂચ : લાંબા વિરામ બાદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબકયો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!