Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલી તાલુકામાં રાત્રી દરમિયાન થયેલા ભારે વરસાદમાં પાટણા પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થયું.

Share

છોટાઉદેપુરથી વડોદરા પ્રતાપનાગર રેલવે લાઈન ઉપર એક બ્રિજ પાસે ટ્રેકની RCC ની સંરક્ષણ દીવાલમાં ગાબડું પડતા રેલવે ટ્રેકનું ધોવાણ થયાની ઘટના સામે આવી છે, બોડેલી તાલુકાના પાટણા ગામ પાસેથી પસાર થતા કોઇ કોતરમાં રાત્રી દરમિયાન થયેલા ભારે વરસદને લઈ પુર આવ્યું હતું અને તેને લઈ પુલ પાસે રેલવે ટ્રેકની RCC ની સંરક્ષણ દીવાલમાં ગાબડું પડ્યું હતું, ગાબડું પડતા રેલવે ટ્રેકની નીચે પણ ધોવાણ થતા ટ્રેક નીચેથી ખુલ્લી થઈ હતી, જોકે રેલવે વિભાગની સાતરક્તને લઈ મધ્ય રાત્રીએ રેલવે વિભાગને જાણ થતાંજ આજે સવારે વડોદરાના પ્રતાપનગરથી છોટાઉદેપુર આવતી ટ્રેનને છુછાપુરા ખાતે અને છોટાઉદેપુરથી પ્રતાપનગર જતી ટ્રેનને બોડેલી ખાતે રોકી દેવામા આવી હતી, કહી શકાયકે રેલવે વિભાગની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી છે, જો ટ્રેન અહીંથી પસાર થાય તો ચોક્કસ ટ્રેનના ડબ્બા ગબડી પડે અને કોટરના ધસમસ્તા પાણીમાં જઈને પડત. રેલવે વિભાગના ઇજનેરના જણાવ્યા દ્વારા યુદ્ધના ધોરણે 80 લેબરને કામે લગાડી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, ખાસ વેગન દ્વારા સેન્ડબેગ લાવી ગાબડાને પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે, અને સાંજ સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં આ રૂટ ઉપર પુનઃ ટ્રેનની અવરજવર શરૂ કરી દેવાશે.

રેહાન પટેલ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જન્મ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવા ખેડૂત સમાજની માંગણી.

ProudOfGujarat

આજરોજ ભરૂચ BSNL Officeના કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓ ના નિરાકરણ માટે આજથી ત્રણ દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!