ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ જે અનુસંધાને ડી.એમ.વસાવા, પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમી હક્કિત મળેલ કે નસવાડી પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં. ૦૦૦૪/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ એ.ઇ, ૯૮ (૨) મુજબના ગુનાના કામે નાસતા કરતો આરોપી સુરત તરફથી નસવાડી તરફ આવનાર છે. જે હક્કિત આધારે નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના આક્રોના ચોકડી પાસે વોચનાકા બંધીમાં હતા દરમ્યાન થોડી વાર વોચ નાકાબંધીમાં રહયા બાદ વર્ણન મુજબના બે ઈસમો મોટર સાયકલ લઇને આવતાં તેઓને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ ધનરેશ ઉર્ફે ધરાભાઇ ભુરલાભાઇ રાઠવા રહે.ભોરધા, તા.જી.છોટાઉદેપુર નાનો હોવાનું જણાવતાં તેણે ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) । મુજબ અટક કરી વધુ કાર્યવાહી અર્થે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રેહાન પટેલ છોટાઉદેપુર