ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ અને પ્રોહીબીશનની પ્રવૃતિ ઉપર અંકુશ આવે તે હેતું થી પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એચ.એચ.રાઉલજી ઇન્ચા. પો.ઇન્સ. નાઓને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ટોયોટા ઇટીયોસ ગાડીમાં મધ્યપ્રદેશથી દારુ ભરીને છોટાઉદેપુર થઇ આગળ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ડોનબોસ્કો સ્કુલ નજીક નદીના બ્રિજ સુધી ખાનગી રાહે વોચ નાકાબંધી કરવામાં આવેલ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ટોયોટા ઇટીયોસ ગાડી આવતા ગાડી તથા તેમા બેસેલ ઇસમને કુલ કિ.રૂ.૨૫,૨૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કુલ કિ.રૂ.૨,૭૫,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રેહાન પટેલ છોટાઉદેપુર