છોટાઉદેપુર જીલ્લામાં વરસાદે હાથતાળી દેતા દેવને રીઝવવાનો પ્રયાસ રૂપે કવાંટ તાલુકાનાં નારૂકોટ મોટાઘોડા ગામનાં આદિવાસી મહિલાઓ કરા નદીમાંથી પાણી ભરી હનુમાનજીની મૂર્તિને ચઢાવ્યું વર્ષોની આદિવાસીઓની માન્યતા દેવને ચઢાવેલ પાણીનો રેલો કરા નદીમાં જાય તો વરસાદ આવે તેવી વર્ષો જુની પરંપરા છે. મળેલી માહિતી મુજબ સામાન્ય રીતે હનુમાનદાદાની મૂર્તિને તેલ ચઢાવવાની પરંપરા છે પરંતુ કવાંટ તાલુકાનાં આદિવાસી પંથક મોટાઘોડા તેમજ નારૂકોટનાં ગ્રામજનોએ એક સાથે ભેગા મળી કરા નદીનાં ચેકડેમમાંથી હનુમાન મૂર્તિ ઉપર પાણી ચઢાવ્યું હતુ. કરા નદીમાંથી પાણી બેડામાં માથે લઇ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદાને બંને ગામનાં લોકોએ શ્રદ્ધાપૂર્વક નદીમાંથી પાણી લાવી ચઢાવ્યું હતુ. ગ્રામલોકોનું કહેવું છે કે એક મહિનાથી ખેંચાઈ ગયેલા વરસાદની પુનઃ પધરામણીની આશા વ્યક્ત કરી હતી. હનુમાન દાદા સાથે વિવિધ દેવો બાબાદેવ, બાબા લાકડીઓ, ખત્રી દેવ, વેરાઈ માતાને પણ પાણી ચઢાવી રીઝવવાના પ્રયાસ કર્યા હતા. ગામના પટેલ ઝેનદાભાઈ રાઠવાએ જણાવ્યું હતુ કે વર્ષોથી એક માન્યતા પ્રમાણે જ્યારે પણ વરસાદ વરસતો નથી ત્યારે દેવોને પાણી ચઢાવવાની પરંપરા કરવામાં આવે છે ત્યારે તુરંત વરસાદ પડે છે.
તૌફીક શેખ, છોટા ઉદેપુર
છોટાઉદેપુર જીલ્લામાં વરસાદે હાથતાળી દેતા જૂની પરંપરા મુજબ દેવને રીઝવવા પ્રયાસ કરતી મહિલાઓ.
Advertisement